કામની વાત / સસ્તામાં ગાડી ખરીદવાની સૌથી મોટી તક, માત્ર 3555 રૂપિયામાં આ કાર લઇ આવો ઘરે

કોરોનાકાળમાં લોકો પ્રાઇવેટ કાર લેવાનું પ્રીફર કરી રહ્યાં છે કારણકે પબ્લિક ટ્રાંસપોર્ટમાં કોરોના થવાની શક્યતાઓ રહે છે.
- ટાટાની આ કાર મળે છે સસ્તામાં
- કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ
- ટિયાગો કાર માત્ર 3555 રૂપિયામાં
લોકોનું અનુમાન હતું કે કોરોનાકાળને લીધે ગાડીઓનું વેચાણ બંધ થઇ જશે પરંતુ તે વધારે વધ્યું. ગાડીઓની માગ વધી અને લોકો સેકન્ડ હેન્ડ કાર લેવાનું પણ પસંદ કરવા લાગ્યા હતા. ત્યારે જો તમે પણ પોતાની કાર લેવાનું વિચારી રહ્યાં છો પણ બજેટ તમારો પ્રોબ્લેમ છો તો ચિંતા ન કરશો, ટાટાની આ કાર માત્ર 3555 રૂપિયાની EMI પર મળે છે.
ટાટા મોટર્સે એક ખાસ ઓફર આપી છે જેના હેઠળતમે કંપનીની આ હેચબેક કારને ખરીદી શકો છો. આ કારનું બેઝ વેરિએન્ટ 4.99લાખ રૂપિયાનું છે અને ટોપ વેરિએન્ટ પણ ઉપલબ્ધ છે.
વેરિએન્ટ XE 4.99 લાખ રૂપિયાની એક્સ શોરૂમની કિંમત પર ઉપલબ્ધ છે. આ કારનું ટોપ મોડલ 6.14 લાખ રૂપિયા છે. આ કારમાં મલ્ટી ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, ઇલેક્ટ્રિક એડજસ્ટમેન્ટ માટે નેક્સ્ટ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમથી લેસ છે. સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સમાં ડ્યુઅલ એરબેગ્સ અને રિયર પાર્કિંગ સેન્સર ડિસ્પ્લે આપવામાં આવ્યુ છ.
ટિયાગોમાં 1.2 લીટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યુ છે જે 85 BHP અને 113nm ટોર્ક જનરેટ કરે છે. એન્જીનને 5 સ્પીડ ઓટોમેટેડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે જોડવામાં આવ્યુ છે.
Source : Vtv ન્યૂઝ
No comments:
Post a Comment