Search This Website

Thursday, 1 July 2021

સારા સમાચાર / ગુજરાતની કંપનીએ બનાવેલી કોરોના રસી ગજબ, ઈન્જેક્શન નહીં લાગે, જાણો કેટલા ડોઝ લેવા પડશે

સારા સમાચાર / ગુજરાતની કંપનીએ બનાવેલી કોરોના રસી ગજબ, ઈન્જેક્શન નહીં લાગે, જાણો કેટલા ડોઝ લેવા પડશે


"ગુજરાતની કંપનીએ બનાવેલી કોરોના રસી ગજબ, ઈન્જેક્શન નહીં લાગે, જાણો કેટલા ડોઝ લેવા પડશે" 
આ વેક્સિન સોય વિના ફાર્માજેટ ટેકનિકથી આપવામાં આવશે, જેનાથી સાઈડ ઇફેક્ટનો ખતરો પણ ઓછો થઈ જશે.



  • ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોના વેક્સિન
  • ZyCoV-D માટે DCGI પાસે અપત્કાલિન મંજૂરી માંગી
  • ત્રણ ડોઝ લેવા પડશે

ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોના વેક્સિન

ગુજરાતની કંપની ઝાયડસ કેડિલાએ બનાવેલી કોરોના વેક્સિન ZyCoV-D માટે DCGI પાસે અપત્કાલિન મંજૂરી માંગી છે. બાળકો માટે સુરક્ષિત માનવામાં આ વેક્સિન એકદમ ખાસ અને તેને આપવાની પદ્ધતિ એકદમ અલગ છે. આ પહેલી પાલસ્મિડ DNA વેક્સિન છે. સાથે જ આ વેક્સિન સોય વિના ફાર્માજેટ ટેકનિકથી આપવામાં આવશે, જેનાથી સાઈડ ઇફેક્ટનો ખતરો પણ ઓછો થઈ જશે.




ZyCoV-D માટે DCGI પાસે અપત્કાલિન મંજૂરી માંગી

ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ZyCoV-Dનું ત્રીજા ચરણનું પરીક્ષણ થઈ ચૂકયું છે. ભારતમાં કોઈ પણ વેક્સિનમાંથી આ વેક્સિનનો ટ્રાયલ અત્યારે સૌથી વધુ મોટો માનવામાં આવે છે. તેના જે પણ પરિણામો આવ્યા એ એકદમ સંતોષજનક આવ્યા છે. બીજી કોરોના લહેર દરમ્યાન જ દેશમાં 50 ક્લિનિકલ સાઇટ પર આનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેને ડેલ્ટા વેરિયન્ટ પર પણ અસરદાર માનવામાં આવે છે.




ત્રણ ડોઝ લેવા પડશે

એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વેક્સિન 12 થી લઈ 18 વર્ષના બાળકો માટે સુરક્ષિત છે. આ વેક્સિન સોય વિના ફાર્માજેટ પદ્ધતિથી લગાડવામાં આવશે. જેમાં કોઈ પણ પ્રકારની સોયની જરૂર પડતી નથી. જેમાં ઇન્જેકશનમાં દવા ભરવામાં આવે છે અને પછી તેને એક મશીનમાં નાખી હાથની બાજુ પર લગાડવામાં આવે છે. મશીન પર લાગેલા બટન પર કિલક કરવાથી રસીની દવા અંદર શરીરમાં પહોંચી જાય છે. કંપની 10-12 કરોડ ડોઝ એક વર્ષમાં બનાવી લેશે. જેના ત્રણ ડોઝ લેવા પડશે.
Source : Vtv ન્યૂઝ

No comments:

Post a Comment